રજૂઆતની એક રીત
ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? (T-31 પાન ૧)
સવાલ: આ સવાલ પર ધ્યાન આપો. [પહેલા પાનના સવાલ પર ધ્યાન દોરો.] તમને શું લાગે છે? શું હું તમને શાસ્ત્રમાંથી ઈશ્વરનું વચન બતાવી શકું? [ઘરમાલિકને વધારે જાણવું હોય તો કલમ વાંચો.]
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪
આમ કહો: આ પત્રિકા બતાવે છે કે ઈશ્વર આપણા ભલા માટે કઈ રીતે દુનિયા બદલી નાખશે.
ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? (T-31 પાન ૨)
સવાલ: શું તમને લાગે છે કે શાસ્ત્રનાં આ વચનો કદી પણ પૂરા થશે? [ઘરમાલિકને રસ હોય તો કલમ બતાવો.]
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪
આમ કહો: આ પત્રિકા બતાવે છે કે આપણે કેમ ખાતરી રાખી શકીએ કે આવું જરૂર બનશે.
ઈશ્વર પાસેથી ખુશખબર!
સવાલ: આજે જીવનમાં આપણે ઘણી મુશ્કેલીઓ સહીએ છીએ. શું તમને લાગે છે કે પ્રાર્થના આપણને મદદ કરી શકે? [ઘરમાલિકને રસ હોય તો કલમ વાંચો.]
શાસ્ત્રવચન: ફિલિ ૪:૬, ૭
આમ કહો: [પાન ૨૪ ખોલીને બીજો ફકરો બતાવો.] આ પુસ્તિકા બતાવે છે કે કઈ રીતે પ્રાર્થના આપણને ઘણી મદદ કરી શકે છે.
રજૂઆત મારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.