સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“ઈશ્વરે જેને જોડ્યું છે . . .”

“ઈશ્વરે જેને જોડ્યું છે . . .”

જો કોઈ પુરુષ પોતાની પત્નીને છોડી દેવાનું વિચારતો હોય, તો મુસાના નિયમ પ્રમાણે પહેલાં તેણે છૂટાછેડા માટે લખાણ આપવું પડતું. એ નિયમને લીધે વ્યક્તિ ઉતાવળે છૂટાછેડા લઈ શકતી ન હતી. જોકે, ઈસુના સમયમાં ધર્મગુરુઓએ છૂટાછેડા લેવાને એટલું સહેલું બનાવી દીધું હતું કે, પુરુષો નાનીસૂની વાતે પણ છૂટાછેડા લઈ લેતા. (“છૂટાછેડા લખી આપીનેમાર્ક ૧૦:૪ અભ્યાસ માહિતી, nwtsty; પત્નીને છૂટાછેડા આપીને,” “તે પહેલી વિરુદ્ધ વ્યભિચાર કરે છેમાર્ક ૧૦:૧૧ અભ્યાસ માહિતી, nwtsty) ઈસુએ એ હકીકત પર ધ્યાન દોર્યું કે લગ્નની ગોઠવણ ખુદ યહોવાએ કરી છે અને તેમણે પોતે એની મંજૂરી આપી છે. (માર્ક ૧૦:૨-૧૨) લગ્ન પછી પતિ અને પત્ની આજીવન “એક શરીર” બને છે. આ અહેવાલ વિશે માથ્થીના પુસ્તકમાં પણ જણાવ્યું છે, જે મુજબ છૂટાછેડા માટેનું એકમાત્ર કારણ છે, “વ્યભિચાર.”—માથ ૧૯:૯.

આજે ઘણા લોકો લગ્નબંધનને ઈસુની જેમ નહિ પણ ફરોશીઓની જેમ જુએ છે. લગ્નજીવનમાં જરાક મુશ્કેલીઓ આવે ને તેઓ છૂટાછેડા લઈ લે છે. જ્યારે કે, ઈશ્વરભક્તો લગ્નબંધનને યહોવાની નજરે જુએ છે. ગમે એવી મુશ્કેલીઓ આવે, તેઓ બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડીને એનો હલ લાવે છે. પ્રેમ અને માન બતાવવાથી કુટુંબ મજબૂત બને છે વીડિયો જુઓ અને પછી નીચે આપેલા સવાલોનો જવાબ આપો:

  • તમે કઈ રીતે નીતિવચનો ૧૫:૧ તમારા લગ્નજીવનમાં લાગુ પાડી શકો? એમ કરવું શા માટે મહત્ત્વનું છે?

  • નીતિવચનો ૧૯:૧૧ લાગુ પાડીને તમે કઈ રીતે મુશ્કેલીઓને ટાળી શકો?

  • લગ્નજીવન તૂટવાની અણીએ હોય ત્યારે, છુટાછેડા લેવાનું વિચારવાને બદલે કયા સવાલો પર વિચારવું સારું રહેશે?

  • માથ્થી ૭:૧૨ લાગુ પાડીને તમે કઈ રીતે સારા પતિ કે પત્ની બની શકો?