માણસોનો ડર એક ફાંદો છે
પ્રેરિતો શા માટે ડરી ગયા?
-
તેઓને પોતાના પર વધુ પડતો ભરોસો હતો. અરે, પીતરને તો લાગતું હતું કે બીજા પ્રેરિતો કરતાં તે ઈસુને વધારે વફાદાર રહેશે
-
તેઓ જાગતા ન રહ્યા અને તેઓએ પ્રાર્થના ન કરી
ઈસુ સજીવન થયા પછી, પસ્તાવો કરનાર પ્રેરિતોને માણસોનો ડર ન રાખવા અને વિરોધ છતાં પ્રચારમાં લાગુ રહેવા ક્યાંથી મદદ મળી?
-
ઈસુએ આપેલી ચેતવણી તેઓએ ધ્યાન પર લીધી; પરિણામે આવનાર વિરોધ અને સતાવણીનો સામનો કરવા તેઓ સજ્જ થયા
-
તેઓએ યહોવા પર ભરોસો મૂક્યો અને પ્રાર્થના કરી.—પ્રેકા ૪:૨૪, ૨૯
કેવા સંજોગોમાં આપણી હિંમતની કસોટી થઈ શકે છે?