સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો

તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો

માતાપિતાને સૌથી વધારે ખુશી શાનાથી મળે છે? જ્યારે તેઓનાં બાળકો ‘પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે છે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલે છે,’ ત્યારે તેઓની ખુશી સમાતી નથી. (માર્ક ૮:૩૪; ૩યો ૪) માતાપિતા દિલથી ચાહે છે કે તેઓનાં બાળકો ઈસુને અનુસરે અને યહોવાને જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લે. એ માટે તેઓ કઈ રીતે બાળકોને મદદ કરી શકે? શાના પરથી પારખી શકાય કે બાળકો બાપ્તિસ્માનું મહત્ત્વનું પગલું ભરવા તૈયાર થઈ ગયાં છે?

યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકનાં પાન ૧૬૫-૧૬૬ પર “માતાપિતા માટે સંદેશો” વાંચો, અને પછી નીચેના સવાલો પર વિચાર કરો:

  1. ૧. શિષ્ય કોને કહેવાય?

  2. ૨. માતાપિતાએ બાળકોને શું શીખવવું જોઈએ?

  3. ૩. બાળકો કઈ રીતે પોતાની ઉંમર પ્રમાણે નીચે આપેલી કલમોને જીવનમાં લાગુ પાડી શકે, જેથી બાપ્તિસ્મા માટે યોગ્ય બને?