સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો

ભાઈ-બહેનોની મદદ સ્વીકારીએ

ભાઈ-બહેનોની મદદ સ્વીકારીએ

યહોવા આપણાં ભાઈ-બહેનો દ્વારા આપણને મદદ કરે છે. (૧પિ ૫:૯) તેઓ સેવાકાર્યમાં આવતી મુશ્કેલીઓ અને નડતરોને પાર કરવા આપણી મદદ કરે છે. દાખલા તરીકે, પ્રેરિત પાઉલને પણ આકુલા, પ્રિસ્કિલા, સિલાસ, તિમોથી અને બીજાં ભાઈ-બહેનોએ ઘણી મદદ કરી હતી.—પ્રેકા ૧૮:૧-૫.

સેવાકાર્યમાં ભાઈ-બહેનો તમને કઈ રીતે મદદ કરી શકે? પ્રચારમાં સારી આવડત કેળવવા, ફરી મુલાકાતો કરવા અથવા બાઇબલ અભ્યાસ ચાલુ કરવા તેઓ સલાહ-સૂચનો આપી શકે. જો સેવાકાર્યમાં તમને મદદની જરૂર હોય, તો વિચારો કે કયા ભાઈ-બહેનો તમને મદદ કરી શકે છે અને પછી તેઓની મદદ લો. એનાથી તમને બંનેને ફાયદો થશે અને ખુશી મળશે.—ફિલિ ૧:૨૫.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—આપણા ભાઈ-બહેનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નીતાએ જેડને સભામાં આવવા કઈ રીતે ઉત્તેજન આપ્યું?

  • બાઇબલ અભ્યાસમાં ભાઈ-બહેનોને આપણી સાથે કેમ લઈ જવા જોઈએ?

  • એક વ્યક્તિને શિષ્ય બનવામાં આખું મંડળ મદદ કરે છે

    જેડ અને અબિગાયેલબહેનને શું ગમતું હતું?

  • ભાઈ-બહેનો પાસેથી આપણે કેવી કળા શીખી શકીએ?