યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“બધાને જણાવીએ કે નવી દુનિયા જલદી જ આવશે”
નવેમ્બર મહિનામાં લોકોને ખુશખબર જણાવવા આપણે એક ખાસ વિષય પર વાત કરીશું. એ છે, એક એવી દુનિયા બહુ જલદી આવી રહી છે જ્યાં દુઃખ-દર્દ અને તકલીફો નહિ હોય. (ગી ૩૭:૧૦, ૧૧; પ્રક ૨૧:૩-૫) તમારા શેડ્યુલમાં ફેરફાર કરીને ઝુંબેશમાં પૂરો ભાગ લેવા બનતું બધું કરો. નવેમ્બરમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો. તમે ચાહો તો ૩૦ કે ૫૦ કલાક કરી શકો.
નવી દુનિયામાં કેવા આશીર્વાદો મળશે એને લગતી કલમોનું લીસ્ટ બનાવી શકો. એમાંથી કોઈ કલમ વાપરીને બની શકે એટલા વધારે લોકો સાથે વાત કરવાની કોશિશ કરો. વાતચીત કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. પહેલી મુલાકાતમાં કોઈ રસ બતાવે તો તેમને જાહેર જનતા માટેનું ચોકીબુરજ નં. ૨ ૨૦૨૧ આપો. પછી મોડું કર્યા વગર તેમની ફરી મુલાકાત કરો અને દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરો. ચાલો, આપણે “વધારે સારી ખુશખબર” ફેલાવવામાં દિલ રેડી દઈએ અને અનેરી ખુશીનો અનુભવ કરીએ.—યશા ૫૨:૭.
જબ દુનિયા હોગી નયી બ્રૉડકાસ્ટિંગના ગીતનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
નાની છોકરી કેવા દિવસોની કલ્પના કરી રહી છે?
-
ભાવિમાં મળનાર કયા ખાસ આશીર્વાદોની તમે રાહ જોઈ રહ્યા છો?
-
નવી દુનિયા વિશે મનન કરવાથી નવેમ્બર મહિનાની ઝુંબેશમાં તમે કઈ રીતે વધારે ભાગ લઈ શકશો?—લૂક ૬:૪૫