સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા રહીએ

સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા રહીએ

એક સારો ખેલાડી દરરોજ કસરત કરે છે, જેથી ખેલમાં સરસ રીતે રમી શકે. એવી જ રીતે આપણે પણ સમજશક્તિને કેળવવી જોઈએ, જેથી ખરું-ખોટું પારખી શકીએ અને સારા નિર્ણયો લઈ શકીએ. (હિબ્રૂ ૫:૧૪) બીજાઓ જે નિર્ણય લે, એ પ્રમાણે કરવું આપણને સહેલું લાગે. એવું કરવાને બદલે, આપણે પોતે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. એ કેમ જરૂરી છે? કેમ કે દરેક નિર્ણયનો હિસાબ આપણે યહોવાને આપવો પડશે.—રોમ ૧૪:૧૨.

આપણે ઘણા વર્ષોથી સત્યમાં હોઈએ તો, એવું ન વિચારવું જોઈએ કે દર વખતે ખરો જ નિર્ણય લઈશું. ખરો નિર્ણય લેવા આપણે યહોવા, બાઇબલ અને તેમના સંગઠનની સલાહ લેવી જોઈએ.—યહો ૧:૭, ૮; ની ૩:૫, ૬; માથ ૨૪:૪૫.

“મન ડંખે એવું કંઈ ન કરીએ” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • એમાએ કયો નિર્ણય લેવાનો હતો?

  • આપણે કેમ પોતાના વિચારો બીજાઓ પર થોપી બેસાડવા ન જોઈએ?

  • એક યુગલે એમાને કઈ સલાહ આપી?

  • એમાએ ખરો નિર્ણય લેવા શું કર્યું?