યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દુઃખ જશે, સુખ આવશે સાહિત્યનો સેવાકાર્યમાં ઉપયોગ કરીએ
બાઇબલ અભ્યાસ ચલાવવા નવું સાહિત્ય મેળવીને આપણે કેટલા ખુશ છીએ! આની મદદથી ઘણા લોકો શિષ્યો બને એવી યહોવાને પ્રાર્થના કરીએ. (માથ ૨૮:૧૮-૨૦; ૧કો ૩:૬-૯) આ નવું સાહિત્ય કઈ રીતે વાપરીશું?
આ સાહિત્યને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થી સાથે સારી રીતે ચર્ચા કરી શકાય. એમાંથી તૈયારી કરતી વખતે અને બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આ મુદ્દા ધ્યાનમાં રાખો. *
-
પાઠ વાંચો અને સવાલો પર ચર્ચા કરો
-
જે કલમો વાંચવા જણાવી હોય એ વાંચો, વિદ્યાર્થીને એ કલમો સમજવા અને જીવનમાં લાગુ પાડવા મદદ કરો
-
વીડિયો બતાવો અને આપેલા સવાલો પર ચર્ચા કરો
-
અભ્યાસ ચલાવો ત્યારે, એક જ વારમાં આખો પાઠ પૂરો કરવાનો પ્રયત્ન કરો
કોઈને સેવાકાર્યમાં મળો તો પહેલા તેને દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો. તેને રસ છે કે નહિ એ પારખવાનો પ્રયત્ન કરો. (“ પહેલી મુલાકાતમાં દુઃખ જશે, સુખ આવશે ચોપડી કઈ રીતે આપવી” એ બૉક્સ જુઓ.) જો આ ચોપડીમાંથી અભ્યાસ પૂરો થઈ જાય અને વિદ્યાર્થીને શીખવાની ધગશ હોય, તો તેને પુસ્તક આપો અને ચોથા પાઠથી અભ્યાસ શરૂ કરો. જો વિદ્યાર્થી સાથે બીજા કોઈ સાહિત્યમાંથી અભ્યાસ ચાલતો હોય, તો એ બંધ કરીને આ નવા સાહિત્યમાંથી અભ્યાસ શરૂ કરો. તમે નક્કી કરી શકો કે કયા પાઠથી અભ્યાસ ચાલુ રાખશો.
ચાલો, ઈશ્વર પાસેથી શીખીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
નવા પુસ્તકમાંથી વિદ્યાર્થીને શું શીખવા મળશે?
-
નવા વિદ્યાર્થીઓને આ વીડિયો કેમ બતાવવો જોઈએ?
-
તમે કઈ રીતે વિદ્યાર્થીને પગલાં ભરવાં મદદ કરી શકો?—પાન ૧૬ પર આ બૉક્સ જુઓ: “ દરેક ભાગમાં કઈ માહિતી હશે?”
^ ફકરો. 4 નોંધ: “વધારે માહિતી” ભાગની ચર્ચા કરવી કે નહિ એ તમે વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે નક્કી કરી શકો. પણ તમે તૈયારી કરતી વખતે ઉતાવળ ન કરો, બધી જ માહિતી ધ્યાનથી વાંચો અને દરેક વીડિયો જુઓ. એનાથી તમને ખ્યાલ આવશે કે વિદ્યાર્થીને કયો મુદ્દો વધારે અસર કરશે. ફોન અને ટેબ્લેટમાં વધારે માહિતી અને વીડિયો માટે લિંક આપી છે.
દરેક ભાગમાં કઈ માહિતી હશે? |
|||
---|---|---|---|
પાઠ |
આ ભાગમાં શું શીખીશું: |
આટલું કરો |
|
૧-૧૨ |
તમે ઈશ્વરને કઈ રીતે ઓળખી શકો? તેમનો સંદેશો કઈ રીતે જીવનમાં ખુશી લાવી શકે? |
વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે બાઇબલ વાંચે, પાઠની સારી તૈયારી કરે અને સભાઓમાં આવે |
|
૧૩-૩૩ |
ઈશ્વરે આપણને કઈ રીતે પ્રેમ બતાવ્યો? આપણે કઈ રીતે ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ? |
વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે જે શીખે છે એ બીજાઓને જણાવે અને પ્રકાશક બને |
|
૩૪-૪૭ |
આપણે કઈ રીતે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ? |
વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે પોતાનું જીવન યહોવાને સોંપે અને બાપ્તિસ્મા લે |
|
૪૮-૬૦ |
તમે કઈ રીતે ઈશ્વરને વફાદાર રહી શકો? |
વિદ્યાર્થીને મદદ કરો કે તે ખરું-ખોટું પારખી શકે અને યહોવાની ભક્તિમાં લાગુ રહે |