બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા તેમને આધીન રહેનારાઓ સાથે જે રીતે વર્તે છે એમાંથી શીખીએ
યહોવા પાસે જેટલો અધિકાર છે એટલો કોઈની પાસે નથી (૧રા ૨૨:૧૯; cl-E ૫૯ ¶૫)
યહોવા તેમને આધીન રહેનારાઓને મહત્ત્વના ગણે છે (૧રા ૨૨:૨૦-૨૨; w૨૧.૦૨ ૩ ¶૯)
યહોવાએ એક દૂતના કામ પર આશીર્વાદ આપ્યો (૧રા ૨૨:૨૩; it-2-E ૨૪૫)
યહોવા તેમને આધીન રહેનારાઓ સાથે જે રીતે વર્તે છે, એમાંથી ખાસ કરીને વડીલો અને કુટુંબના શિર ઘણું શીખી શકે છે. (એફે ૬:૪; ૧પિ ૩:૭; ૫:૨, ૩) તેઓ યહોવાને અનુસરે છે ત્યારે તેઓને આધીન રહેનારાઓ ખુશ રહે છે.