સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?

સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?

જ્યારે પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે આપણે આશા રાખીએ છીએ કે યહોવા તેમને ફરીથી જીવતા કરશે. એ આશાને લીધે આપણને ઘણો દિલાસો મળે છે. પણ પાપ અને મરણ એવી “ચાદર” જેવાં છે, જે બધા લોકોને ઢાંકી રાખે છે. એના લીધે જાણે આપણો શ્વાસ રૂંધાઈ છે. (યશા ૨૫:૭, ૮) એ કારણે જ “આખી સૃષ્ટિ નિસાસા નાખી રહી છે અને અત્યાર સુધી પીડા ભોગવી રહી છે.” (રોમ ૮:૨૨) આપણા સ્નેહીજનોને ફરી જીવતા કરવામાં આવે ત્યાં સુધી તેઓને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહી શકીએ? બાઇબલમાં આપેલા સિદ્ધાંતોમાંથી આપણને મદદ મળશે.

જ્યારે કોઈ સ્નેહીજન ગુજરી જાય વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ડૅનિયેલ, માસાહિરો અને યોશિમિએ કયું દુઃખ સહેવું પડ્યું?

  • તેઓને કયા પાંચ સૂચનોથી મદદ મળી?

  • ફક્ત કોણ આપણને દરેક પ્રકારનો દિલાસો આપી શકે છે?—૨કો ૧:૩, ૪