સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

લગ્‍નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો

લગ્‍નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો

સુલેમાને એક મૂર્ખતાભર્યું કામ કર્યું. તેમણે બીજાં દેવી-દેવતાઓને ભજતી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં (૧રા ૧૧:૧, ૨; w૧૮.૦૭ ૧૮ ¶૭)

સુલેમાનની પત્નીઓ ધીરે ધીરે તેમનું દિલ યહોવાથી દૂર લઈ ગઈ (૧રા ૧૧:૩-૬; w૧૯.૦૧ ૧૫ ¶૬)

યહોવાનો ગુસ્સો સુલેમાન પર સળગી ઊઠ્યો (૧રા ૧૧:૯, ૧૦; w૧૮.૦૭ ૧૯ ¶૯)

બાઇબલમાં સલાહ આપી છે કે ફક્ત યહોવાના ભક્ત સાથે લગ્‍ન કરવા જોઈએ. (૧કો ૭:૩૯) પણ એનો એ અર્થ નથી કે એક વ્યક્તિએ બાપ્તિસ્મા લઈ લીધું તો તે તમારા માટે યોગ્ય જીવનસાથી છે. ઉતાવળ ન કરો, તેને ઓળખવા સમય લો. આ સવાલોનો પણ વિચાર કરો: ‘હું પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકું માટે શું તે મને ટેકો આપશે? તે કેટલા સમયથી યહોવાની ભક્તિ કરે છે? શું તેનાં કામોથી દેખાય આવે છે કે તે યહોવાને ઊંડો પ્રેમ કરે છે?’