યહોવાના સેવકો તરીકે આપણું જીવન
JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ
આ છેલ્લા દિવસોમાં આપણા પર ઘણી મુશ્કેલીઓ આવે છે. એનો સામનો કરવા આપણને બાઇબલમાંથી મદદ મળે છે. (૨તિ ૩:૧, ૧૬, ૧૭) પણ અમુક સંજોગોમાં આપણને કદાચ ખબર ન પડે કે કયો બાઇબલ સિદ્ધાંત લાગુ પાડવો. દાખલા તરીકે, શું તમે માબાપ છો અને બાળકોનો સારો ઉછેર કરવો અઘરું લાગે છે? શું તમે યુવાન છો અને તમારી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે? શું તમે જીવનસાથીને મરણમાં ગુમાવ્યા છે અને એ દુઃખમાંથી બહાર આવવું તમારા માટે બહુ અઘરું છે? જો તમે આ કે એના જેવા બીજા સંજોગોનો સામનો કરી રહ્યા હો, તો jw.org પર આપેલા લેખ વાંચી શકો. એ લેખોમાં સરસ બાઇબલ સિદ્ધાંતો આપ્યા છે, જે તમને મદદ કરશે.—ની ૨:૩-૬.
તમે jw.org વેબસાઇટના મુખ્ય પેજ પર શાસ્ત્રનું શિક્ષણ વિભાગમાં જઈ શકો. (ચિત્ર ૧ જુઓ.) પછી જે વિષયો ખુલશે એમાંથી એક પસંદ કરી શકો. અથવા લાઇબ્રેરી વિભાગમાં જાઓ અને પછી લેખો પર ક્લિક કરો. એમાંથી કોઈ એક વિષય પસંદ કરી શકો. (ચિત્ર ૨ જુઓ.) એ બધા વિભાગ JW લાઇબ્રેરીમાં પણ છે. * વેબસાઇટ અને JW લાઇબ્રેરી પર આપેલા લેખો પર એક નજર ફેરવો. તમને એ લેખો બહુ ગમશે. વેબસાઇટ પર કોઈ લેખ શોધવા તમે “શોધો” બૉક્સમાં એનો વિષય પણ લખી શકો.
“શોધો” બૉક્સમાં નીચે આપેલા વિષય લખો. પછી એને લગતા ઘણા લેખો ખુલી જશે. તમે જે લેખ વાંચવા માંગો છો એને અહીંયા નોંધી લો.
-
બાળકોનો ઉછેર
-
યુવાનો અને ડિપ્રેશન
-
જીવનસાથીનું મરણ
^ અમુક શૃંખલાના બધા લેખો ફક્ત jw.org પર છે.