સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કચડાયેલા મનના લોકોને યહોવા બચાવે છે

કચડાયેલા મનના લોકોને યહોવા બચાવે છે

આપણે બધા ક્યારેક ને ક્યારેક દુઃખી થઈએ છીએ. પણ એનો અર્થ એ નથી કે આપણને યહોવામાં શ્રદ્ધા નથી. અરે, યહોવાએ પણ જણાવ્યું કે તે અમુક વાર દુઃખી થયા હતા. (ઉત ૬:૫, ૬) પણ જો આપણે મોટા ભાગે અથવા હંમેશાં દુઃખમાં ડૂબેલા રહેતા હોઈએ, તો શું?

પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો. યહોવાને એ જાણવું ગમે છે કે આપણે કેવું અનુભવીએ છીએ. તે સારી રીતે જાણે છે કે આપણે ક્યારે ખુશ હોઈએ છીએ અને ક્યારે દુઃખી. આપણાં વિચારો અને લાગણીઓ પાછળનું કારણ તે સારી રીતે સમજે છે. (ગી ૭:૯ખ) સૌથી મહત્ત્વનું, યહોવા આપણી સંભાળ રાખે છે. તે આપણને નિરાશા કે ડિપ્રેશનમાંથી બહાર આવવા મદદ કરી શકે છે.—ગી ૩૪:૧૮.

મનની સંભાળ રાખો. નિરાશ હોઈએ ત્યારે આપણી ખુશી છીનવાઈ જઈ શકે છે. એટલું જ નહિ, યહોવા સાથેની આપણી દોસ્તી પર પણ એની અસર પડી શકે છે. એટલે આપણે આપણા દિલની સંભાળ રાખવી જોઈએ. એમાં આપણા વિચારો અને લાગણીઓનો પણ સમાવેશ થાય છે.—ની ૪:૨૩.

આપણાં ભાઈ-બહેનો શાંતિ અનુભવે છે—ડિપ્રેશન હોવા છતાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ડિપ્રેશન સામે લડવા નીકીએ કેવાં પગલાં ભર્યાં?

  • નીકીને શા માટે લાગ્યું કે તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ?—માથ ૯:૧૨

  • નીકીએ કઈ રીતે ભરોસો રાખ્યો કે યહોવા તેને મદદ કરશે?