બાઇબલમાં રહેલો ખજાનો
જીવન જીવવું અઘરું લાગે ત્યારે
અયૂબ પર મુશ્કેલીઓ આવી ત્યારે તેમને લાગ્યું કે તેમનું જીવન ગુલામ જેવું છે (અયૂ ૭:૧; w૦૬ ૪/૧ ૪ ¶૧૦)
અયૂબે એટલી બધી મુશ્કેલીઓ સહી હતી કે તેમણે પોતાની લાગણીઓ ઠાલવી દીધી (અયૂ ૭:૧૧)
તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તે હવે જીવવા જ માંગતા નથી (અયૂ ૭:૧૬; w૨૦.૧૨ ૧૬ ¶૧)
જો તમને પણ કદી જીવન જીવવું અઘરું લાગે તો તમે શું કરી શકો? યહોવા આગળ દિલ ખોલીને પ્રાર્થના કરો અને કોઈ સમજદાર દોસ્તને તમારી લાગણીઓ જણાવો. એ પહેલું પગલું ભરવાથી તમારા દિલને રાહત મળશે.—g ૪/૧૨ ૧૪-૧૬ ¶૧.