સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
સેવાકાર્યમાં JW.ORGના મુખ્ય પેજનો ઉપયોગ કરો
આપણી વેબસાઇટના મુખ્ય પેજ પર આવતા લેખો અને વીડિયો એવા નમ્ર દિલના લોકો માટે તૈયાર કરવામાં આવે છે, જેઓ યહોવાના સાક્ષીઓ નથી. (પ્રેકા ૧૩:૪૮) ઘણી વાર એમાં એવા વિષયો પર વાત થાય છે જે સમાચારોમાં હોય છે અથવા જેના વિશે લોકો વિચારતા અને વાતો કરતા હોય છે.
jw.orgના મુખ્ય પેજનો ઉપયોગ તમારા સેવાકાર્યમાં કેવી રીતે કરી શકો?
-
વેબસાઇટનું મુખ્ય પેજ નિયમિત જુઓ. ધ્યાન આપો કે “પ્રદર્શિત થયેલું” ભાગમાં કયા લેખો અને વીડિયો આપ્યા છે. પછી વિચારો કે જેઓ આપણા સંદેશામાં રસ લે છે તેઓને એ કઈ રીતે બતાવશો. (મુખ્ય પેજ પર તાજેતરમાં આવેલા બીજા લેખો અને વીડિયો જોવા “વધુ જુઓ” પર ક્લિક કરો.) વેબસાઇટનું મુખ્ય પેજ નિયમિત રીતે જોવાથી આપણે લોકો સાથે નવા નવા વિષયો પર વાત કરી શકીશું.
-
વાતચીત શરૂ કરવા વેબસાઇટના મુખ્ય પેજ પર આપેલા લેખો અને વીડિયોનો ઉપયોગ કરો. મુખ્ય પેજ પર આપેલા વિષયોની મદદથી આપણે જાણી શકીશું કે આપણા વિસ્તારના લોકો શું વિચારે છે.
-
લોકોને મુખ્ય પેજ બતાવો. વ્યક્તિને રસ હોય એવા વિષય પર વાત કરો. પછી વેબસાઇટ પર એ વિષયની માહિતી કઈ રીતે શોધવી એ બતાવો.
-
લિંક મોકલો. અમુક લોકો આપણી સાથે રૂબરૂ વાત કરવા માંગતા નથી, પણ તેઓને આપણી વેબસાઇટ જોવામાં રસ છે. એવા લોકોને મુખ્ય પેજ અથવા એની પર આપેલા કોઈ ખાસ લેખ કે વીડિયોની લિંક મોકલતા અચકાશો નહિ.