ઑક્ટોબર ૨૮–નવેમ્બર ૩
ગીતશાસ્ત્ર ૧૦૩-૧૦૪
ગીત ૫૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “તે યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ”
(૧૦ મિ.)
યહોવા વાજબી છે, કેમ કે તે કરુણા બતાવનાર છે (ગી ૧૦૩:૮; w૨૩.૦૭ ૨૧ ¶૫)
આપણે ભૂલો કરીએ ત્યારે પણ તે આપણને છોડી દેતા નથી (ગી ૧૦૩:૯, ૧૦; w૨૩.૦૯ ૬-૭ ¶૧૬-૧૮)
તે આપણી પાસેથી એવી અપેક્ષા નથી રાખતા, જે આપણા ગજા બહાર હોય (ગી ૧૦૩:૧૪; w૨૩.૦૫ ૨૬ ¶૨)
પોતાને પૂછો: ‘શું હું યહોવાને અનુસરીને મારા જીવનસાથી સાથે વાજબી રીતે વર્તું છું?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૧૦૪:૨૪—નવી નવી અને અલગ અલગ વસ્તુઓ બનાવવાની યહોવાની તાકાત વિશે આ કલમમાંથી શું શીખવા મળે છે? (cl-E ૫૫ ¶૧૮)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૦૪:૧-૨૪ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. (lmd પાઠ ૩ મુદ્દો ૪)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ બાઇબલમાંથી શીખવા રાજી છે. તેને ચાલો, ઈશ્વર પાસેથી શીખીએ વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો. (th અભ્યાસ ૯)
૬. ટૉક
(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૬—વિષય: પતિ ‘જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ તેમણે પોતાની પત્નીને’ કરવો જોઈએ. (th અભ્યાસ ૧)
ગીત ૩૮
૭. શું તમે પોતાની હદ જાણો છો?
(૧૫ મિ.) ચર્ચા.
યહોવાને સૌથી સારું આપીએ છીએ ત્યારે તે ખુશ થાય છે અને આપણને પણ આનંદ મળે છે. (ગી ૭૩:૨૮) પણ સૌથી સારું આપવાની સાથે સાથે પોતાની હદ જાણવી પણ જરૂરી છે. જો એમ નહિ કરીએ, તો વગર કામની ચિંતા કરવા લાગીશું અને નિરાશ થઈ જઈશું.
પોતાની પાસેથી વધારે પડતી અપેક્ષા નહિ રાખીએ તો સારું કરી શકીશું વીડિયો બતાવો. પછી પૂછો:
-
યહોવા આપણી પાસેથી શું ચાહે છે? (મીખ ૬:૮)
-
પોતાનો ધ્યેય પૂરો કરવા બહેન વધારે પડતી ચિંતા કરતા હતાં. ચિંતા ઓછી કરવા તેમને શાનાથી મદદ મળી?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૭ ¶૮-૧૨, પાન ૧૩૭ પરનું બૉક્સ