ઑક્ટોબર ૭-૧૩
ગીતશાસ્ત્ર ૯૨-૯૫
ગીત ૧૫૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહોવાની ભક્તિ કરવી એ જ સૌથી સારું છે
(૧૦ મિ.)
યહોવા આપણી ભક્તિના હકદાર છે (ગી ૯૨:૧, ૪; w૧૮.૦૪ ૨૬ ¶૫)
યહોવા પોતાના લોકોને સારા નિર્ણયો લેવા અને ખુશ રહેવા મદદ કરે છે (ગી ૯૨:૫; w૧૮.૧૧ ૨૦ ¶૮)
યહોવા એવા લોકોને અનમોલ ગણે છે, જેઓ ઘડપણમાં પણ તેમની ભક્તિ કરતા રહે છે (ગી ૯૨:૧૨-૧૫; w૨૦.૦૧ ૧૯ ¶૧૮)
પોતાને પૂછો: ‘જીવન યહોવાને સમર્પિત કરવા અને બાપ્તિસ્મા લેવા મને શું રોકી રહ્યું છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૯૨:૫—કેમ કહી શકાય કે આ કલમમાં યહોવાના ડહાપણ વિશે જે જણાવ્યું છે, એ સાચું છે? (cl-E ૧૭૬ ¶૧૮)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૯૪:૧-૨૩ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વાત વાતમાં એવું કંઈક કહો, જેનાથી તમને એ જણાવવાની તક મળે કે તમે બીજાઓને બાઇબલમાંથી શીખવવાનું કામ કરો છો. (lmd પાઠ ૫ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિએ બાઇબલનો સંદેશો સારી રીતે સાંભળ્યો હતો, પણ અભ્યાસ માટે ના પાડી હતી. એવી વ્યક્તિને ફરી બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૮ મુદ્દો ૪)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) એવા બાઇબલ વિદ્યાર્થી સાથે ચર્ચા કરો, જે પ્રગતિ નથી કરી રહ્યો. (lmd પાઠ ૧૨ મુદ્દો ૫)
ગીત ૧૫
૭. યુવાનો ચિંતાના બોજ નીચે દબાઈ જાય ત્યારે
(૧૫ મિ.) ચર્ચા.
યહોવાના ભક્તો પણ ચિંતાનો સામનો કરે છે. દાખલા તરીકે, દાઉદ ઘણી વાર ચિંતાનાં વાદળોથી ઘેરાયેલા હતા. (ગી ૧૩:૨; ૧૩૯:૨૩) આજે પણ આપણાં ઘણાં ભાઈ-બહેનોને ચિંતા સતાવે છે. આપણા યુવાનો પણ બાકાત નથી. અમુક વાર વધુ પડતી ચિંતાને લીધે તેઓને રોજબરોજનાં કામો કરવાં અઘરું લાગે છે. જેમ કે, સ્કૂલમાં કે સભાઓમાં જવું. ચિંતાને લીધે તેઓ વધુ પડતા ગભરાઈ શકે અથવા તેઓને આત્મહત્યાના પણ વિચારો આવી શકે.
યુવાનો, જો તમને વધુ પડતી ચિંતા થતી હોય, તો મમ્મી-પપ્પા કે મંડળના કોઈ સમજુ ભાઈ કે બહેન સાથે વાત કરો. યહોવા પાસે મદદ માંગવાનું પણ ભૂલતા નહિ. (ફિલિ ૪:૬) તે તમને મદદ કરશે. (ગી ૯૪:૧૭-૧૯; યશા ૪૧:૧૦) સ્ટિંગભાઈનો દાખલો લો.
યહોવાએ મારી સંભાળ રાખી વીડિયો બતાવો. પછી પૂછો:
• કઈ કલમથી સ્ટિંગભાઈને મદદ મળી અને શા માટે?
• યહોવાએ કઈ રીતે તેમની સંભાળ રાખી?
મમ્મી-પપ્પા, જો તમારાં બાળકોને વધુ પડતી ચિંતા થતી હોય, તો તમે તેઓને મદદ કરી શકો છો. એ માટે ધીરજથી તેઓનું સાંભળો, તેઓને જણાવો કે તમે તેઓને પ્રેમ કરો છો અને તેઓને ભરોસો અપાવો કે યહોવા પણ તેઓને પ્રેમ કરે છે. (તિત ૨:૪; યાકૂ ૧:૧૯) દિલાસો અને હિંમત મેળવવા યહોવા પર આધાર રાખો, જેથી તમારાં બાળકોને સાથ આપી શકો.
કદાચ આપણને ખબર ન હોય કે મંડળમાં કોને કોને વધુ પડતી ચિંતા સતાવે છે. કદાચ એ ભાઈ કે બહેનની લાગણીઓ સમજી ન શકીએ. તોપણ મંડળમાં બધાને આપણા પ્રેમનો અનુભવ કરાવવા અને તેઓ આપણા કુટુંબનો ભાગ છે એવી ખાતરી કરાવવા બનતું બધું કરી શકીએ છીએ.—ની ૧૨:૨૫; હિબ્રૂ ૧૦:૨૪.
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૬ ¶૬-૯, પાન ૧૩૨ પરનું બૉક્સ