સપ્ટેમ્બર ૧૬-૨૨
ગીતશાસ્ત્ર ૮૫-૮૭
ગીત ૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. પ્રાર્થના આપણને મુશ્કેલીઓમાં ટકી રહેવા મદદ કરશે
(૧૦ મિ.)
યહોવા પાસે માંગો કે તે તમને ખુશી આપે (ગી ૮૬:૪)
યહોવાને વફાદાર રહી શકો એ માટે તેમની પાસે મદદ માંગો (ગી ૮૬:૧૧, ૧૨; w૧૨ ૫/૧ ૨૮ ¶૧૦)
ભરોસો રાખો, યહોવા તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે (ગી ૮૬:૬, ૭; w૨૩.૦૫ ૧૩ ¶૧૭-૧૮)
પોતાને પૂછો: ‘મુશ્કેલ સમયમાં શું હું વારંવાર પ્રાર્થના કરું છું અને લાંબો સમય યહોવા સાથે વાત કરું છું?’—ગી ૮૬:૩.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૮૬:૧૧—દાઉદની પ્રાર્થનાથી કોઈ વ્યક્તિના મન વિશે શું ખ્યાલ આવે છે? (it-1-E ૧૦૫૮ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૮૬:૧–૮૭:૭ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૩ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. હાલમાં જે બનાવો બની રહ્યા છે એ વિશે વ્યક્તિએ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેને બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૭ મુદ્દો ૪)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) lff પાઠ ૧૫ મુદ્દો ૫. વિદ્યાર્થી સાથે ચર્ચા કરો કે આવતા અઠવાડિયે તમે નહિ હો ત્યારે તેનો અભ્યાસ કેવી રીતે ચલાવવામાં આવશે. (lmd પાઠ ૧૦ મુદ્દો ૪)
ગીત ૪૫
૭. નિરાશ ના થશો, ખુશખબર જણાવતા રહો
(૫ મિ.) ચર્ચા.
વીડિયો બતાવો. પછી પૂછો:
શા માટે આપણે અમુક વખતે નિરાશ થઈ જઈ શકીએ?
શા માટે હિંમત ન હારવી જોઈએ?
૮. બાઇબલ અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરતા રહો
(૧૦ મિ.) ચર્ચા.
શું આ મહિનાની ખાસ ઝુંબેશ દરમિયાન તમે દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકામાંથી કોઈનો બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યા છો? જો એમ હોય તો તમે ઘણા ખુશ હશો. તમારી મહેનતથી મંડળમાં બીજાઓને પણ ઉત્તેજન મળ્યું હશે. પણ જો તમે કોઈ બાઇબલ અભ્યાસ શરૂ કરી નહિ શક્યા હો, તો તમને લાગતું હશે કે તમારી મહેનત બેકાર ગઈ છે. કદાચ તમે નિરાશ પણ થઈ ગયા હશો. હવે તમે શું કરી શકો?
‘ધીરજ રાખીને બતાવીએ છીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ’—ખુશખબર જણાવતી વખતે વીડિયો બતાવો. પછી પૂછો:
જો એવું લાગતું હોય કે પ્રચારમાં આપણી મહેનત “ખાડામાં” જઈ રહી છે, તો બીજો કોરીંથીઓ ૬:૪, ૬માંથી કઈ રીતે મદદ મળી શકે?
ઘણી મહેનત કર્યા પછી પણ જો તમને બાઇબલ અભ્યાસ ન મળે, તો તમે કયા ફેરફાર કરી શકો?
યાદ રાખો, આપણે કેટલા બાઇબલ અભ્યાસ શરૂ કરીએ છીએ અથવા ચલાવીએ છીએ, એના પર આપણી ખુશી નિર્ભર નથી કરતી. એના બદલે, યહોવા આપણી મહેનતથી ખુશ થાય છે એ જાણીને આપણને ખુશી મળે છે. (લૂક ૧૦:૧૭-૨૦) એટલે ખાસ ઝુંબેશમાં પૂરા દિલથી ભાગ લેતા રહો, કેમ કે “ઈશ્વરની સેવામાં તમારી મહેનત નકામી નથી.”—૧કો ૧૫:૫૮.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૫ ¶૧૩-૧૪, પાન ૧૨૧ પરનું બૉક્સ