સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સપ્ટેમ્બર ૨-૮

ગીતશાસ્ત્ર ૭૯-૮૧

સપ્ટેમ્બર ૨-૮

ગીત ૩૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. યહોવાના ગૌરવવાન નામ માટે પ્રેમ બતાવો

(૧૦ મિ.)

એવું કંઈ ન કરો, જેથી યહોવાનું નામ બદનામ થાય (ગી ૭૯:૯; w૧૭.૦૨ ૯ ¶૫)

યહોવાનું નામ પોકારતા રહો (ગી ૮૦:૧૮; ijwbv-E ૩ ¶૪-૫)

જેઓ યહોવાની આજ્ઞાઓ માને છે અને તેમના નામ માટે પ્રેમ બતાવે છે, તેઓને તે અઢળક આશીર્વાદો આપે છે (ગી ૮૧:૧૩, ૧૬)

આપણાં વાણી-વર્તનથી યહોવાને મહિમા મળે એ માટે બીજાઓને જણાવવું જોઈએ કે આપણે તેમના સાક્ષીઓ છીએ

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૮૦:૧—અમુક વાર ઇઝરાયેલનાં બધાં કુળો શા માટે યુસફના નામે ઓળખાતાં હતાં? (it-2-E ૧૧૧)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૫. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૬. વાત શરૂ કરો

(૨ મિ.) જાહેરમાં પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૭. ફરી મળવા જાઓ

(૫ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિએ બાઇબલનો સંદેશો સારી રીતે સાંભળ્યો હતો, પણ અભ્યાસ માટે ના પાડી હતી. એવી વ્યક્તિને ફરી બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૯

૮. “તેઓ મારું નામ પવિત્ર મનાવશે”

(૧૫ મિ.) ચર્ચા.

શેતાને એદન બાગમાં યહોવાના નામની નિંદા કરવાનું શરૂ કર્યું. ત્યારથી લઈને બધા મનુષ્યો અને દૂતોએ એક સૌથી મહત્ત્વનો નિર્ણય લેવાનો છે: તેઓ યહોવાનું નામ પવિત્ર મનાવશે કે નહિ?

જરા વિચારો કે શેતાને યહોવા વિશે કેવાં કેવાં જૂઠાણાં ફેલાવ્યાં છે. તેણે આરોપ મૂક્યો છે કે યહોવા ક્રૂર અને પ્રેમ ન કરનાર રાજા છે. (ઉત ૩:૧-૬; અયૂ ૪:૧૮, ૧૯) તે દાવો કરે છે કે ઈશ્વરભક્તો યહોવાને ખરેખર પ્રેમ નથી કરતા. (અયૂ ૨:૪, ૫) એના લીધે કરોડો લોકો માને છે કે યહોવા આ સુંદર પૃથ્વીના સર્જનહાર નથી.—રોમ ૧:૨૦, ૨૧.

એ જૂઠાણાં સાંભળીને તમને કેવું લાગે છે? તમે યહોવાના પક્ષે ઊભા રહેવા અને શેતાનના આરોપો ખોટા સાબિત કરવા માંગતા હશો. યહોવા જાણતા હતા કે તેમના લોકો તેમનું નામ પવિત્ર મનાવવા ચોક્કસ આગળ આવશે. (યશાયા ૨૯:૨૩ સરખાવો.) એમ કરવામાં તમે કઈ રીતે મદદ કરી શકો?

  • યહોવાને ઓળખવા અને તેમને પ્રેમ કરવા બીજાઓને મદદ કરો. (યોહ ૧૭:૨૫, ૨૬) યહોવા ખરેખર છે એની સાબિતી આપવા અને તેમના શાનદાર ગુણો વિશે બીજાઓને શીખવવા તૈયાર રહો.—યશા ૬૩:૭

  • પૂરા દિલથી યહોવાને પ્રેમ કરો. (માથ ૨૨:૩૭, ૩૮) યહોવાની આજ્ઞાઓ પાળો. એ તમારા ભલા માટે છે એ કારણે જ નહિ, તમે યહોવાને ખુશ કરવા માંગો છો, એ બતાવવા તેમની આજ્ઞાઓ પાળો.—ની ૨૭:૧૧

પ્રેમ કાયમ ટકી રહે છે . . . સ્કૂલમાં ખરાબ માહોલ છતાં વીડિયો બતાવો. પછી પૂછો:

  • એરીયલ અને ડિએગોએ કઈ રીતે યહોવાના નામ માટે હિંમત બતાવી?

  • યહોવા માટે હિંમત બતાવવા તેઓને શાનાથી મદદ મળી?

  • તમે કઈ રીતે તેઓના દાખલાને અનુસરી શકો?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૩ અને પ્રાર્થના