સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૩૫-૧૪૧

આશ્ચર્ય પમાડે એવી રીતે આપણને રચવામાં આવ્યા છે

આશ્ચર્ય પમાડે એવી રીતે આપણને રચવામાં આવ્યા છે

ઈશ્વરે સર્જન કરેલી વસ્તુઓમાં તેમના સુંદર ગુણો દેખાઈ આવે છે. દાઊદે એના પર મનન કર્યું. દાઊદે પૂરા ભરોસા સાથે આખી જિંદગી યહોવાની ભક્તિ કરી.

સૃષ્ટિ વિશે ઊંડો વિચાર કરવાથી, દાઊદને યહોવાની સ્તુતિ કરવા પ્રેરણા મળી:

૧૩૯:૧૪

  • ‘ભય તથા આશ્વર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરીશ’

૧૩૯:૧૫

  • ‘જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું ન હતું’

૧૩૯:૧૬

  • ‘મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે અને બધા અંગો તમારા પુસ્તકમાં લખેલા હતા’