સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

જો ઘરે બાળક મળે તો

જો ઘરે બાળક મળે તો

જો ઘરે બાળક મળે, તો તેને કહી શકાય કે આપણને તેનાં માતાપિતા સાથે વાત કરવી છે. આમ, આપણે શિરપણાના સિદ્ધાંતને માન આપીએ છીએ. (નીતિ ૬:૨૦) જો બાળક ઘરમાં બોલાવે, તો આપણે ના પાડવી જોઈએ. જો માતાપિતા ઘરે ન હોય, તો બીજા કોઈ સમયે મુલાકાત લેવી જોઈએ.

જો બાળક થોડું મોટું હોય કે તરુણ હોય, તોપણ તેનાં માતાપિતાને બોલાવવા સારું કહેવાશે. જો તેનાં માતાપિતા ઘરે ન હોય, તો આપણે તેને પૂછી શકીએ કે, શું તેનાં માતાપિતા કંઈક વાંચવાની પરવાનગી આપશે? જો તેઓને વાંધો ન હોય, તે આપણે બાળકને સાહિત્ય આપી શકીએ અથવા jw.org/gu બતાવી શકીએ.

જો બાળકે રસ બતાવ્યો હોય અને એની ફરી મુલાકાત કરીએ ત્યારે તેનાં માતાપિતા મળી શકે કે નહિ એ વિશે પૂછવું જોઈએ. આમ, આપણે માબાપ સાથે આપણી મુલાકાતના હેતુ વિશે વાત કરી શકીશું. તેમ જ, કુટુંબ માટે શાસ્ત્રમાં જણાવેલી સાચી અને ભરોસાપાત્ર સલાહ તેઓને જણાવી શકીશું. (ગી ૧૧૯:૮૬, ૧૩૮) માતાપિતા માટે આદર બતાવવાથી સારી સાક્ષી આપી શકીશું. ઉપરાંત, કુટુંબના બીજા સભ્યોને પણ ખુશખબર જણાવવાની તક મળશે.—૧પી ૨:૧૨.