સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૧૯

“યહોવાના નિયમ પ્રમાણે ચાલો”

“યહોવાના નિયમ પ્રમાણે ચાલો”

યહોવાના નિયમ પ્રમાણે ચાલવાનો અર્થ થાય કે તેમના માર્ગદર્શન પ્રમાણે રાજી-ખુશીથી જીવવું. બાઇબલમાં એવા ભક્તોનાં ઘણાં ઉદાહરણો છે. ગીતકર્તાની જેમ તેઓ પણ યહોવાના નિયમને વળગી રહ્યા અને તેમના પર આધાર રાખ્યો.

ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાથી ખરો આનંદ મળે છે

૧૧૯:૧-૮

યહોશુઆને યહોવાના માર્ગદર્શન પર પૂરો ભરોસો હતો. તે જાણતા હતા કે સુખી અને સફળ થવા યહોવા પર પૂરો ભરોસો રાખવો જરૂરી છે

ઈશ્વરનો શબ્દ આપણને જીવનની મુશ્કેલીઓ સહેવાની હિંમત આપે છે

૧૧૯:૩૩-૪૦

મુશ્કેલ સંજોગો હોવા છતાં યિર્મેયાએ હિંમત રાખી અને યહોવા પર ભરોસો બતાવ્યો. તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું અને પોતાની સોંપણી પર પૂરું ધ્યાન આપ્યું

ઈશ્વરનાં વચનોનું ખરું જ્ઞાન આપણને પ્રચાર કરવાની હિંમત આપશે

૧૧૯:૪૧-૪૮

ઈશ્વરનો સંદેશો જણાવવામાં પાઊલને કોઈનો ડર લાગતો ન હતો. રાજ્યપાલ ફેલિક્સ આગળ હિંમતથી બોલતી વખતે પાઊલને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને મદદ કરશે

બીજાઓને સંદેશો જણાવતી વખતે કેવા સંજોગોમાં હું વધારે હિંમત બતાવી શકું?

  • શાળા

  • નોકરી-ધંધો

  • કુટુંબ

  • બીજી જગ્યા