સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપીએ

કેમ મહત્ત્વનું: સભાઓમાં જવાથી આપણને નિયમિત રીતે ‘યહોવાની આગળ ગીત ગાવાની’ અને ‘તેમની સ્તુતિ’ કરવાની તક મળે છે. (ગી ૧૪૯:૧) સભાઓ આપણને શીખવે છે કે ઈશ્વરની ઇચ્છા કઈ રીતે પૂરી કરી શકાય. (ગી ૧૪૩:૧૦) મોટા ભાગે, રસ ધરાવતી વ્યક્તિઓ અને બાઇબલ વિદ્યાર્થીઓ સભાઓમાં આવવાનું ચાલુ કરે, પછી ઝડપથી પ્રગતિ કરે છે.

કઈ રીતે કરી શકીએ:

  • જેમ બને એમ જલદી સભામાં આવવાનું આમંત્રણ આપો. બાઇબલ અભ્યાસ શરૂ થાય, ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.—પ્રક ૨૨:૧૭

  • રસ ધરાવતી વ્યક્તિને શું જાણવા મળશે અને આવતી સભામાં શેની ચર્ચા કરવામાં આવશે, એ વિશે જણાવો. આમંત્રણ આપવા આ બાબતોનો ઉપયોગ કરી શકો: મંડળની સભાનું આમંત્રણ, કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો અને યહોવાની ઇચ્છા પુસ્તિકાના પાઠ ૫ અને

  • મદદ આપો. શું રસ ધરાવતી વ્યક્તિને સભામાં આવવા મદદ જોઈએ છે અથવા કેવા કપડાં પહેરવા એ નક્કી કરવામાં મદદ જોઈએ છે? સભામાં તેની સાથે બેસો અને પોતાના સાહિત્યમાંથી તેને બતાવો. બીજાં ભાઈ-બહેનો સાથે તેની ઓળખાણ કરાવો