સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સામાન્ય વાતચીતથી શરૂઆત કરીને સાક્ષી આપવાની તક ઝડપીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સામાન્ય વાતચીતથી શરૂઆત કરીને સાક્ષી આપવાની તક ઝડપીએ

ઈસુએ સમરૂની સ્ત્રી સાથે વાતચીત શરૂ કરી, એટલે તે સાક્ષી આપી શક્યા. અજાણ્યા લોકો સાથે વાતચીત શરૂ કરવાની આપણી આવડતમાં કઈ રીતે સુધારો કરી શકીએ?

  • તમારો સ્વભાવ મળતાવડો રાખો અને લોકો સાથે વાતચીત કરવાની આદત કેળવો. ઈસુએ સમરૂની સ્ત્રી પાસે પાણી માંગ્યું અને થાકેલા હોવા છતાં તેની સાથે વાત શરૂ કરી. એવી જ રીતે, તમે વાતાવરણ કે હાલના કોઈ બનાવ વિશે વાત કરી શકો. યાદ રાખો, તમારો પહેલો ધ્યેય વાતચીત શરૂ કરવાનો છે. એટલે વ્યક્તિને રસ પડે એવા કોઈ પણ વિષય પર તમે વાત કરી શકો. જો તે રસ ન બતાવે તો કંઈ વાંધો નહિ, તમે તક શોધીને બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની કોશિશ કરો. યહોવા પાસે હિંમત માંગો.—નહે ૨:૪; પ્રેકા ૪:૨૯.

  • ખુશખબર જણાવવાની એકેય તક જતી ન કરો, પરંતુ ઉતાવળ પણ ન કરશો. તમે જે વિષય પર વાતચીત શરૂ કરી છે, એને આગળ વધવા દો. જો તમે વ્યક્તિ પર પોતાના વિચારો થોપી દેવાની કોશિશ કરશો, તો તે ચીડાઈને વાત બંધ કરી દેશે. કોઈ કારણે, જો ખુશખબર જણાવતા પહેલા જ વાત બંધ થઈ જાય, તો નિરાશ ન થાવ. તમને તક મળે ત્યારે ખુશખબર જણાવવી અઘરું લાગતું હોય તો, વાતચીત કઈ રીતે શરૂ કરવી એની પ્રેક્ટિસ કરો. [વીડિયો ૧ બતાવો અને ચર્ચા કરો.]

  • વાતચીત દરમિયાન તમે સાક્ષી આપવાની તક ઊભી કરવાનો પ્રયત્ન કરો. તમે પોતાની શ્રદ્ધા વિશે દિલથી જણાવી શકો અને વ્યક્તિને પોતાના વિચારો જણાવવા કહી શકો. ઈસુએ એવા શબ્દો કહ્યા જે સમરૂની સ્ત્રીના દિલને સ્પર્શી ગયા અને તે સવાલો પૂછવા લાગી. વાતવાતમાં ઈસુએ ખુશખબર જણાવી અને એ સ્ત્રીના સવાલોના જવાબ આપ્યા. [વીડિયો ૨ બતાવો અને ચર્ચા કરો. પછી, વીડિયો ૩ બતાવો અને ચર્ચા કરો.]