સ્કીપ ટુ કન્ટેન્ટ

આપણા દુ:ખ-તકલીફો માટે શું ઈશ્વર જવાબદાર છે?

આપણા દુ:ખ-તકલીફો માટે શું ઈશ્વર જવાબદાર છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે એ માટે ઈશ્વર જવાબદાર નથી. ઈશ્વર યહોવાએ માણસોને દુ:ખ-તકલીફો સહેવા માટે બનાવ્યા ન હતા. એ તો પહેલા યુગલે ઈશ્વરના રાજ કરવાના હક સામે સવાલ ઉઠાવ્યો અને બળવો કર્યો, એટલે માણસો પર દુ:ખ-તકલીફો આવી. એ યુગલે નિર્ણય કર્યો કે ખરું-ખોટું તેઓ જાતે નક્કી કરશે. તેઓએ ઈશ્વરથી મોં ફેરવી લીધું એટલે એના ખરાબ પરિણામ તેઓએ ભોગવવાં પડ્યાં.

 તેઓએ ખોટો નિર્ણય લીધો એટલે આપણે પણ એનાં ખરાબ પરિણામ ભોગવી રહ્યા છીએ. એટલે કહી શકીએ કે માણસોની દુ:ખ-તકલીફો માટે ઈશ્વર જવાબદાર નથી.

 શાસ્ત્રમાં લખ્યું છે: “કસોટી થાય ત્યારે કોઈએ એમ ન કહેવું કે ‘ઈશ્વર મારી કસોટી કરે છે,’ કેમ કે કશાથી ઈશ્વરની કસોટી કરી શકાતી નથી અને ઈશ્વર પણ કોઈની કસોટી કરતા નથી.” (યાકૂબ ૧:૧૩) દુ:ખ-તકલીફો કોઈના પર પણ આવી શકે છે, ઈશ્વરના ભક્તો પર પણ.