સ્કીપ ટુ કન્ટેન્ટ

આપણા પર મરણ કેમ આવે છે?

આપણા પર મરણ કેમ આવે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 આપણા કોઈ પ્રિયજનનું મરણ થાય છે ત્યારે, મનમાં સવાલ થાય છે કે મરણ કેમ આવે છે. બાઇબલમાં જણાવ્યું છે: “પાપ એ ડંખ છે, જે મરણ લાવે છે.”—૧ કોરીંથીઓ ૧૫:૫૬.

બધા લોકો કેમ પાપ કરે છે અને મરણ પામે છે?

 પહેલાં સ્ત્રી-પુરુષ આદમ-હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું હતું, એટલે તેઓએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) ઈશ્વર “જીવનનો ઝરો” છે એટલે તેમની વિરુદ્ધ બંડ કરવાનું પરિણામ તેઓએ ભોગવવું પડ્યું. તેઓ પર મરણ આવ્યું.—ગીતશાસ્ત્ર ૩૬:૯; ઉત્પત્તિ ૨:૧૭.

  હવે આદમે એ જ પાપ પોતાના વંશજોને વારસામાં આપ્યું. શાસ્ત્રમાં જણાવ્યું છે: “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.” (રોમનો ૫:૧૨) બધા લોકો પાપ કરે છે એટલે મરણ પામે છે.—રોમનો ૩:૨૩.

મરણને કઈ રીતે મિટાવી દેવામાં આવશે?

 ઈશ્વરે એક એવા સમયનું વચન આપ્યું છે જ્યારે “તે કાયમ માટે મરણને મિટાવી દેશે.” (યશાયા ૨૫:૮) મરણનું મૂળ કારણ પાપને જ ઈશ્વર દૂર કરી દેશે. તે એવું ઈસુ ખ્રિસ્ત દ્વારા કરશે, જે “દુનિયાનું પાપ દૂર કરે છે!”—યોહાન ૧:૨૯; ૧ યોહાન ૧:૭.