સ્કીપ ટુ કન્ટેન્ટ

શું એકથી વધારે લગ્‍ન કરવા યોગ્ય છે?

શું એકથી વધારે લગ્‍ન કરવા યોગ્ય છે?

શાસ્ત્રમાંથી જવાબ

 થોડા સમય માટે ઈશ્વરે માણસને એકથી વધારે પત્ની રાખવાની છૂટ આપી હતી. (ઉત્પત્તિ ૪:૧૯; ૧૬:૧-૪; ૨૯:૧૮-૨૯) પણ એકથી વધારે પત્ની રાખવાનો રિવાજ તેમણે શરૂ કર્યો ન હતો. તેમણે આદમને ફક્ત એક જ પત્ની આપી હતી.

 શરૂઆતથી ઈશ્વરનો હેતુ હતો કે એક પુરુષને ફક્ત એક જ પત્ની હોય. તેમણે ઈસુ ખ્રિસ્ત દ્વારા એ ફરી લાગુ કરાવ્યું. (યોહાન ૮:૨૮) ઈસુએ લગ્‍ન વિશે આમ જણાવ્યું: “જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં અને કહ્યું: ‘એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે.’”—માથ્થી ૧૯:૪, ૫.

 થોડા સમય પછી ઈસુના એક શિષ્યએ ઈશ્વરની પ્રેરણાથી લખ્યું: “દરેક માણસને પોતાની પત્ની હોય અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોય તો સારું.” (૧ કોરીંથીઓ ૭:૨) બાઇબલ એમ પણ જણાવે છે કે જો કોઈ લગ્‍ન કરેલા ભાઈને મંડળમાં ખાસ જવાબદારી આપવાની હોય, તો તેને “એક જ પત્ની હોવી જોઈએ.”—૧ તિમોથી ૩:૨, ૧૨.