સ્કીપ ટુ કન્ટેન્ટ

મોટી વિપત્તિ એટલે શું?

મોટી વિપત્તિ એટલે શું?

શાસ્ત્રમાંથી જવાબ

 મોટી વિપત્તિ એટલે એવો સમય કે જ્યારે માણસો પર પહેલાં કરતાં વધારે મુશ્કેલીઓ આવશે. બાઇબલમાં લખેલી ભવિષ્યવાણી પ્રમાણે એ વિપત્તિ “છેલ્લા દિવસોમાં” અથવા ‘અંતના સમયમાં’ આવશે. (૨ તિમોથી ૩:૧; દાનિયેલ ૧૨:૪) “ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી એવી વિપત્તિ થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.”—માર્ક ૧૩:૧૯; દાનિયેલ ૧૨:૧; માથ્થી ૨૪:૨૧, ૨૨.

મોટી વિપત્તિ દરમિયાન કેવા બનાવો બનશે?

મોટી વિપત્તિ પછી કેવા બનાવો બનશે?

  •   શેતાન અને તેના દુષ્ટ દૂતોને કેદ કરવામાં આવશે. શેતાન અને તેના દુષ્ટ દૂતોને એક મહાન દૂત “અનંત ઊંડાણમાં” નાખી દેશે. ત્યાંથી તેઓ કંઈ કરી શકશે નહિ અને જાણે મરી ગયેલાની સ્થિતિમાં હશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩) અનંત ઊંડાણમાં શેતાનની હાલત કેદી જેવી હશે. ત્યાંથી તે કોઈને નુકસાન કરી શકશે નહિ.—પ્રકટીકરણ ૨૦:૭.

  •   હજાર વર્ષની શરૂઆત થશે. ઈશ્વરનું રાજ્ય ૧,૦૦૦ વર્ષના રાજની શરૂઆત કરશે, જે માણસો પર ઘણા આશીર્વાદો વરસાવશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૨૦:૪,) એક “મોટું ટોળું” બચી જશે અને “મોટી વિપત્તિમાંથી નીકળી” આવશે. એ ટોળાના લોકોની સંખ્યા અગણિત હશે. તેઓ પૃથ્વી પર હજાર વર્ષના રાજને શરૂ થતા જોશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.

a પ્રકટીકરણના પુસ્તકમાં જૂઠા ધર્મોને “જાણીતી વેશ્યા” એટલે કે મહાન બાબેલોન કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૭:૧,) લાલ રંગનું જંગલી જાનવર મહાન બાબેલોનનો નાશ કરશે. એ જાનવર એક આંતરરાષ્ટ્રીય સંગઠનને રજૂ કરે છે. એનો હેતુ દુનિયાના બધા રાષ્ટ્રોને એક કરવાનો અને તેઓના પ્રતિનિધિ તરીકે કામ કરવાનો છે. એ સંગઠન અગાઉ લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખાતું હતું, પણ હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ તરીકે ઓળખાય છે.